આ ટેગ સાથે 500 લેખ · પાનું ૩ / ૧૦
આ ઘડી પ્યાલો ભરી દે, કાલ ઊગે કે નહીં, આ સુરાહી, આ સખી, આ શ્વાસ ચાલે કે નહીં;
તને પત્ર લખવા જ બેઠો હતો, અને શોધતાં શબ્દ થાક્યો હતો;
પાંદડે ઝાકળ ઝગે, પણ એ ઘડી કાયમ નથી, ફૂલ પર ભમરો ભમે, એ પણ કડી કાયમ નથી;
નજર ના લગાડો, કહી મા ડરે છે, કપાળે મને મેશ-ટપકું કરે છે;
રોજ છત્રી લઈ ફરે, આકાશ કોરુંધાક છે, ભીંજવાની બીક એની જિંદગીનો થાક છે;
ભલે ચાર લીટી, ભલે સાવ નાનું, ઉઘાડે ઘણાં આભ, મૂંગું ય છાનું;
જ્યાં સુધી ખિસ્સું ભરેલું, ત્યાં સુધી સૌ પ્યાર છે, જ્યાં થયું ખાલી, પછી તો બંધ સઘળાં દ્વાર છે;
કાલ ગમતું, એ જ ખૂંચે આજ, સમજાતું નથી, રોજની આ દોડ કોના કાજ? સમજાતું નથી;
બારણું સામે જ છે, પણ દસ વરસથી બંધ છે, ફેસબુકમાં પણ અમારો ત્યાં જ તો સંબંધ છે;
ના કદી માગ્યું, ન ફરિયાદો કરી ઈશ્વર કને, તોય વરસે છે કૃપા એની હૃદયના આ વને;
ના રડું છું, ના હસું છું, આજ મન એવું ઉદાસ, જેમ સૂકા ઝાડ પર ના પાંદડું, ના કોઈ પ્યાસ;
હારમાં પણ એક છૂપી કોઈ નાની જીત છે, આંસુઓ સાથે ય હસવું, એ જ જીવન-રીત છે;
મિત્ર આગળ થઈ ગયો, તો ભીતરે શું આગ છે! હરખ એની જીતનો કર, એ જ સાચો રાગ છે;
રંગ લઈ બેઠો ઘણી વેળા, છતાં દોરાય ના, કેનવાસે મા સમાતી ક્યાં? જરા પણ માય ના;
હજી ઢીંગલીથી રમે, ગાય છે, છતાં આયને કેમ શરમાય છે?
શબ્દને મેં પણ ચગાવ્યો છે પતંગી દોરથી, ઢીલ આપું તો ચગે, ના ખેંચતો હું જોરથી;
મખમલી ગાદી ઉપરથી ત્યાગની વાતો કરે, ઝૂંપડાં બાળી ગયા જે, આગની વાતો કરે;
વાણિયાનું, બૅન્કનું, ને મિત્રનું કરજો અપાર, ચૂકવી દીધું ગણીને, વ્યાજ સાથે એકવાર;
જગતનું હળાહળ ગળામાં સમાવ્યું, જટામાં ઉછળતી નદીને શમાવ્યું;
ઢોલ ગાજ્યો, ને સજેલા થાળમાં મેંદી હતી, ગીત ગાતી સૌ સખીના તાલમાં મેંદી હતી;
સેતુ બાંધ્યો સાગરે, જ્યાં પથ્થરોમાં રામ છે, જે તરાવે ભાર સઘળો, અક્ષરોમાં રામ છે;
રોજ સૂરજને જગાડે એ પહેલો કૂકડો, છાપરે બેસી ટહુકતો, મસ્ત ઘેલો કૂકડો;
ભલે ભૂખ લાગે, ટકે એક સન્માન, નમાવું ન મસ્તક, વિના એક ભગવાન;
ચાંદને ચાહે ચકોરી, નિત નયન જાગ્યા કરે, ચાંદ તો આખા ગગનમાં ચાંદની વેર્યા કરે;
આભ આખું રંગ ઓઢે, ગામ આખે શોર છે, કાચ પાયેલી પતંગો, તેજ કેવો દોર છે;
રોજ દાઝે ટેરવાં, તોયે ન બોલે કોઈને, પીરસે છે રોટલી એ, ભૂખ મુખની જોઈને;
ઈશ્વરે માણસ બનાવ્યો, પ્રેમની દઈ લાગણી, માણસે ઘડ્યા ખુદા ને ભીંત ધર્મોની ચણી;
એક પળમાં સ્વર્ગ સરજે, ને પળ પછી નર્ક છે, દુશ્મનો કાલે હતા જે, મિત્ર આજે, ફર્ક છે?
ઘર નવું લીધું અમે, ને તોરણો બાંધ્યાં ઘણાં, સાથિયા, દીવા, ભજન ને મા તણાં ઓવારણાં;
ઝેર પીને પણ અમે તો ગીત મીઠાં ગાઈએ, આપણે પ્યાસા રહીને, અન્યને જળ પાઈએ;
હાથથી લખતાં નથી, એ તો હૃદયથી નીતરે, જેમ પરવાળું સમંદરના તળે જઈ પાંગરે;
આંસુએ પૂછ્યું નદીને: ‘આમ દોડે કેમ છે? સાગરે ખારાશ છે, તોયે જવાનો નેમ છે?’
ના દિશા જડતી, ન તારો આભમાં દેખાય છે, ને ચરણ થંભી ગયાં, ને પથ બધે ભૂંસાય છે;
ઝરણમાં, ઝાડમાં, પથ્થર મહીં, આકાશમાં તું છે, તને શોધ્યો બધે બ્હારે, હૃદયના વાસમાં તું છે;
ના અડાડ્યો હાથ પણ મેં જામને, મદહોશ છું, એક શેરે શાયરીના ઝૂમતો બેહોશ છું;
એક બારી ખોલતાં, ઘરમાં ધસી આવ્યો પવન, ગામના ખેતર તણી ભીની મહક લાવ્યો પવન;
જરા છીંક આવી, મહોલ્લો ડરાયો, ઉકાળો ઘરેઘર ધડાધડ પિવાયો;
કોઈના ઘાવો ઉપર જે હાથ મૂકી જાય છે, એ જ પગલે તો ખુદાનું શીશ ઝૂકી જાય છે;
નવા વર્ષે હૃદયમાં હું નવી મીઠાશ લાવ્યો છું, ઉતારી ભાર વેરોનો, નવી હળવાશ લાવ્યો છું;
ના ધજામાં, ના તિલકમાં, ના જ પથ્થરમાં ખુદા, ના ચડાવે, ના ઉપાસે, ના જ અવસરમાં ખુદા;
ચણી છે મૌનની ઊંચી દિવાલો આપણી વચ્ચે, હવે પડઘાય ધબકારે સવાલો આપણી વચ્ચે;
આગમાં તપતું રહે, ત્યારે જ સોનું ઝળહળે, ઘણ પડે સો વાર, ત્યારે એ ઘરેણામાં ઢળે;
ઘાસ પર ઝાકળ તણો ઝીણો ઝગારો જોઈ લે, ચાંદનીમાં ઝૂલતો રેતી-કિનારો જોઈ લે;
રાતભર જાગ્યા કરે છે ચાંદ કોની યાદમાં? ઝૂરતો લાગે મને એ પણ કશા અવસાદમાં;
ચા ઠરી ગઈ ને વરાળે યાદ તારી ઊડતી, બારણેથી સાંજ આવી ઓરડામાં ડૂબતી;
આંસુ ક્યાંથી આવતાં, ક્યાં જાય, કોને છે ખબર? રાતભર એ સાથ દે છે, સાથ દે છે સૌ સફર;
હું નહીં હોઉં, પછી તું આંખ કોરી રાખજે, ઓસરીના હીંચકાની એક દોરી રાખજે;
વાત ના ખૂટે કદી, બસ દોસ્તનો એ રંગ છે, ને કશું ના બોલવું, એ પ્રેમનો તો ઢંગ છે;
આંગણું વાળ્યું સવારે, પાંદડાં ભેગાં કરી, ને પવન પાછો ભરી લાવ્યો નવાં પર્ણો ફરી;
આપ હસ્યાં તો જરા, ને ગામ ઘેલું થઈ ગયું, સાંજનું ટાણું ય આજે તો વહેલું થઈ ગયું;