← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાષણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મખમલી ગાદી ઉપરથી ત્યાગની વાતો કરે,
ઝૂંપડાં બાળી ગયા જે, આગની વાતો કરે;
કાગડાઓ પણ હવે કોયલ બની ગાતા ફરે,
ને ગળું ફાડી બધાં આ રાગની વાતો કરે.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઆગિયોઆગલો લેખ →કસોટી