આ ટેગ સાથે 500 લેખ · પાનું ૧ / ૧૦
જિંદગીને જીવવાનો એક બસ અંદાજ છે, વેદનામાં પણ હસો તો એ જ સાચો તાજ છે;
મળે મિત્ર સાચો, મળે છે ખજાનો, ભલે ને ફરી જાય આખો જમાનો;
આખરી યાત્રા હતી ને ભીડ આખા ગામની, ફોન ઊંચા, આંખ કોરી, વાત બસ આરામની;
ગઝલ મેં લખી, ખોઈ સઘળી કમાઈ, સભામાં હતા માત્ર શ્રોતા અઢાઈ;
જેમણે ઝૂલે ઝુલાવ્યો, આજ એ લાચાર છે, જે ખભે બેસી જગત જોયું, હવે ત્યાં ભાર છે;
તને તાજ મળજો, મને ધૂળ ચાલે, તને બાગ મળજો, મને શૂળ ચાલે;
બાપની કડવી જબાન જ વાડ કાંટાળી હતી, એટલે તો વેલ મારી આટલી વ્હાલી હતી;
ન સોનું, ન ચાંદી, ન ઝાઝું ય નાણું, મળે ઝૂંપડીમાં ભજનનું ય ગાણું;
બા ભણી’તી ના કદી, તોયે હતી જ્ઞાની ઘણી, આંખમાં વાંચી જતી એ ભૂખ, પીડા, માગણી;
ભલે દૂર તું, પણ નજરમાં વસે છે, અમાસે ય ચાંદો ગગનમાં હસે છે;
શબ્દ થાકી ગ્યા હવે, બસ મૌનનો આરામ દે, ઓ ગઝલ, મારા ખભે થોડો હવે વિશ્રામ દે;
હો ભલે કાળી અમાસી, ને ભલે અંધાર છે, એક તારો ટમટમે, એ પણ ખરો આધાર છે;
ઘર ઘરે દીવા ઝગે, ને આંગણે અજવાશ છે, આભમાં ફૂટે ફટાકા, ઝગમગે આકાશ છે;
વાટ છું હું દીવડાની, રાતભર બળતો રહું, તેલ ખૂટે તોય હું અંધારને છળતો રહું;
ન મસ્જિદ, ન ગિરજા, ન મોટું જિનાલય, હૃદયમાં વસે છે અમારો હિમાલય;
ઠોકરો ખાધી ઘણી, ને પંથ સમજાવી ગયો, પગ તળે જે પથ્થર હતો, ઘેર એ લાવી ગયો;
પાંખ આપી છે ખુદાએ, આભ મારું જોઈએ, દાણ ઓછા હો ભલે, પણ ગીત ન્યારું જોઈએ;
કિનારા નદીના કદી ના મળે છે, છતાં એક જળમાં ઉભય ઝળહળે છે;
પિતાની હજી ખાટલી ત્યાં પડી છે, છડી ભીંતને ટેકવી ત્યાં અડી છે;
હાથ ધ્રૂજે, આંખ ઝાંખી, સાંજ પણ આવી ઢળી, વાળ ધોળા, દાંત ખોયા, ને કમર વાંકી વળી;
દેહ નશ્વર છે, અને જીવન ક્ષણે ક્ષણ ઓગળે, નામ પણ ભૂંસાય, ને સૌ ઠાઠ પણ પાછો વળે;
ખૂબ માણી મ્હેફિલો, બસ ઘેર જાવું જોઈએ, ગાઈ લીધો આખરી આ શેર, જાવું જોઈએ;
ના કહું તોયે બધું જે સાંભળે, એ મિત્ર છે, દર્દ મારું જોઈને જે પીગળે, એ મિત્ર છે;
રાતભર કાગળ ઉપર હું જાતને ઘૂંટ્યા કરું, શબ્દ એકે પામવા સો વાર હું તૂટ્યા કરું;
ભલે રાત લાંબી, ભલે ઘોર કાળી, ફરી આવશે લઈ ઉષા સોનથાળી;
ધ્વજ ચડાવ્યો, ગીત ગાયું, ને બધા ઝૂમી ગયા, ભાષણો લાંબાં સુણી, શ્રોતા પછી ઊંઘી ગયા;
તર્કના આ પિંજરે પંખી કદી ટહુકી શકે? ગણતરીના ગામમાં મન ક્યાંય પણ ઝૂકી શકે?
જે મળે એ ભેટ તારી, જે જશે એ પણ પ્રસાદ, માગવાની હોડ શી? ને શો ખુદા સાથે વિવાદ?
નહીં શરત, સોગંદ કે કો હિસાબો, નજરથી જ મળતા અમોને જવાબો;
તું જ મસ્જિદ, તું જ મંદિર, તું જ મારો રાહ છે, શ્વાસમાં તું, નામમાં તું, તું જ મારી ‘આહ’ છે;
પ્રેમને ‘શા કાજ?’ પૂછો, તો કશું ક્યાં સૂઝતું? ફૂલ પણ ‘કાં ખીલતું?’ — એ પ્રશ્નથી ખુદ મૂંઝતું;
આંખ મારી, દૃશ્ય તારાં; શ્વાસ મારા, જાન તું, હોઠ મારા, ગીત તારાં; રાગ મારા, ગાન તું;
શરદની પૂનમ ભરે છે દૂધ જેવી ચાંદની, ખીર મૂકે બા અગાશે, ઝીલવાને ચાંદની;
ફોન પર તલવાર તાણી, રોજ છોડે બાણ એ, પોસ્ટમાં દુશ્મન તણા લઈ લે ઘડીમાં પ્રાણ એ;
ક્યાંક બે ને ક્યાંક દસ, ને ક્યાંક મરતા સો-હજાર, લાશ ક્યાં? બસ ચેનલોમાં આંકડાની છે કતાર;
છલછલો ભરિયો ઘડો તો ચૂપચાપ જ સંચરે, ને અધૂરો ગામ આખામાં છલક છલકે ફરે;
બુદ્ધની પ્રતિમા ઘરે લાવ્યો, સજાવી ઓરડે, તોય મારી ભીતરે કોલાહલો પળપળ નડે;
એ જ સૂરજ, એ જ ચંદર, એ જ જૂની ઝૂંપડી, ભીંત પર તારીખ બદલી, તોય ના બદલી ઘડી;
ખીણમાં કૂદે, ભલે પથ્થર મહીં અથડાય છે, તોય હસતી, ગીત ગાતી, આ નદી તો જાય છે;
શ્વાસની આ વાંસળીમાં સૂર તું રેલાવજે, શબ્દ ખૂટે ત્યાં મને તું મૌનમાં ગવડાવજે;
જે ક્ષણે તેં હાથ ઝાલ્યો, એ પળો અકબંધ છે, ઓરડે આજે ય તારા સ્પર્શ કેરી ગંધ છે;
હું સમયની બંધ મુઠ્ઠીમાં, છતાં આકાશ છું, રોજ બળતો, રોજ ઠરતો, તોય હું અજવાસ છું;
ઓસમાં ભીનું થયેલું ઘાસ ને પીળો ઉજાસ, ડાળ પર ટહુકો કરે છે કોઈ પંખી આસપાસ;
સત્ય ચપટી, ને મસાલો મણ ભરીને વાતમાં, ચોતરે ચાખી અને ફેલાઈ આખી નાતમાં;
પાંદડે ઝાકળ ઘડી બેઠું, પછી ઊડી ગયું, સૂર્યને સઘળું ધરીને, મ્હેકમાં ખૂલી ગયું;
ડોલરોની ભૂમિમાં કાકા કરે છે કામ શું? મોટલે બેસી ગણે છે ડોલરો, આરામ શું?
સૂર્ય ઊગે છે બધે, એ કોઈનો તારો નથી, ઝૂંપડી કે મ્હેલ, એને કોઈ પણ વારો નથી;
ફૂલ ક્યાંથી રંગ લાવે? બાળ પૂછે બાગમાં, સૂર્ય ક્યાંથી ઊગતો? શું હોય છે એ આગમાં?
આસને બેસી ગયો તો એ જરી ઊંચો થયો, આસનેથી ઊઠતાં એ એટલો નીચો થયો;
પાનખરમાં પાંદડું પણ આભને ચૂમી ગયું, ડાળ છોડી, તોય એ તો મોજથી ઝૂમી ગયું;