← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મ્હેફિલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખૂબ માણી મ્હેફિલો, બસ ઘેર જાવું જોઈએ,
ગાઈ લીધો આખરી આ શેર, જાવું જોઈએ;
દીપ ઝાંખો થાય ને મ્હેફિલ ઉદાસી ઓઢશે,
દાદ સૌની છે હજી, આ લ્હેર, જાવું જોઈએ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવાડીએ વાટઆગલો લેખ →મિત્ર