નદી
ખીણમાં કૂદે, ભલે પથ્થર મહીં અથડાય છે,
તોય હસતી, ગીત ગાતી, આ નદી તો જાય છે;
ક્યાં કદી પૂછે: ‘મળે શું સિંધુને મળ્યા પછી?’
જે વહે છે, એ જ જળ તો આખરે પૂજાય છે.
– પરાગ રતનપરા
ખીણમાં કૂદે, ભલે પથ્થર મહીં અથડાય છે,
તોય હસતી, ગીત ગાતી, આ નદી તો જાય છે;
ક્યાં કદી પૂછે: ‘મળે શું સિંધુને મળ્યા પછી?’
જે વહે છે, એ જ જળ તો આખરે પૂજાય છે.
– પરાગ રતનપરા