← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વટેમારગુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાટે મળ્યો એક વટેમારગુ, પૂછ્યું: ‘ભાઈ, ક્યાં જાવું?’
મેં કીધું: ‘ખબર નથી’, ને એ બોલ્યો: ‘ચાલ, હુંયે આવું.’

ન નામ પૂછ્યું, ન ગામ પૂછ્યું, ન પૂછી જાત-પાત,
એક ભજનની કડી ઉપાડી, ઝીલી મેંયે વાત;
તડકો છાંયો થઈ ગયો, ને મન લાગ્યું ગાવું…
વાટે મળ્યો એક વટેમારગુ…

સાંજ પડી ત્યાં ચોરે આવ્યા, છૂટા પડવા ટાણે,
એ બોલ્યો: ‘મારગ તો તારો, હું નિમિત્ત જ, જાણે’;
પાછળ જોયું, કોઈ નહોતું — કેમ કરી સમજાવું?
વાટે મળ્યો એક વટેમારગુ…

પરાગ કહે: એ કોણ હતો? કોઈ કહે: ‘એ શ્યામ’,
મારે મન તો જે સાથ ચાલે, એ જ સાચું ધામ;
હવે હુંયે જે એકલો દેખું, એને કહું: ‘હું આવું…’
વાટે મળ્યો એક વટેમારગુ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનવો મેઘદૂતઆગલો લેખ →દાદાની ગીતા