નવો મેઘદૂત
પ્રથમ મેઘ, લઈ જા પ્રિયાને ખબર,
નથી ફોનમાં નેટ, ઠપ છે નગર.
હસે સ્વર્ગમાં કાલિદાસે ય, લે,
ફરી મેઘદૂતો લખાશે અમર.
કહેજે: ખુલી રાખજે બારણું,
પલળતો પહોંચીશ હું રાતભર.
ભલે એ પલળશે, મને સાંભરે,
મને ભીંજવે એ જ એની અસર.
પરાગે ધરી મ્હેક પાંખે તને,
ઉડી જા હવે તું સખીને જ ઘર.
– પરાગ રતનપરા
#ગઝલ #અષાઢ #મેઘદૂત #વિરહ #વરસાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Meghdoot #MonsoonLove #CloudMessenger #Longing #ParagRatanpara