← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટહુકાનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટહુકો થઈને આવ્યો તું, ને આંગણ આખું ગાયું રે,
પાંદડે પાંદડે નામ લખ્યું, ને ઝાડ બધું શરમાયું રે.

સવારે ઝાકળ સાથે આવ્યો, બપોરે તડકો થઈને,
સાંજે ગાયોની ધૂળ થઈને, રાતે ચાંદો લઈને;
દિવસ આખો તારો વેશ, ને મન મારું લોભાયું રે…
ટહુકો થઈને આવ્યો…

પાણી ભરવા ગઈ'તી, ત્યાં તો કૂવે તારો સાદ,
બેડું છલક્યું, હૈયું છલક્યું, ભૂલી ગઈ હું યાદ;
ઘેર આવીને જોયું તો ઉંબરે ફૂલ મૂકાયું રે…
ટહુકો થઈને આવ્યો…

પરાગ કહે: આ પ્રેમ તો છે ટહુકાની રીત,
ના દેખાય, ના પકડાય, તોય ગજવે ગીત;
જેના હૈયે ટહુકો બેઠો, એનું જીવતર ન્હાયું રે…
ટહુકો થઈને આવ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપાગલઆગલો લેખ →રિસામણાંનું ગીત