રિસામણાંનું ગીત
ના બોલું, ના ચાલું, વાલમ, આજે મારે રીસ,
તેં કીધું'તું ‘વહેલો આવીશ’, ને આવ્યો સાડા વીસ!
ચૂલે દાળ ઊકળી ઊકળીને થઈ ગઈ સાવ કાળી,
રોટલા ઠરીને પથ્થર થ્યા, ને મેં જોયા કરી બારી;
પાડોશણ પૂછે: ‘શું થયું?’, હું બોલું: ‘માથું દુખે, બસ’ —
ના બોલું, ના ચાલું…
તું લાવ્યો ગજરો ગુલાબનો, હું મોં ફેરવી બેઠી,
તું ગાયો ગીત જૂનું કોઈ, હું મનમાં મનમાં હેઠી;
ખૂણે ઊભી હસું છાની, તોય ના છોડું રીસ —
ના બોલું, ના ચાલું…
પરાગ કહે: આ રીસ નથી, આ તો પ્રેમનું મીઠું,
રિસાવાનો હક્ક એને, જેના હૈયે બેઠું;
ભીના ગાલે મલકાઈને બોલી: ‘લે, હવે તો બસ!’ —
ના બોલું, ના ચાલું…
– પરાગ રતનપરા