← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શુભ ઘડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેશમી સપનાં બધાં મેં સાચવી રાખ્યાં હતાં,
ખાસ અવસર કાજ તો એ ગોઠવી રાખ્યાં હતાં;
આજ ખોલ્યાં તો ઉધઈએ કોતરી નાખ્યાં બધાં —
શુભ ઘડીની રાહમાં જે જાળવી રાખ્યાં હતાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહતુંઆગલો લેખ →બોલ ને