← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને એક વેળા મનાવું હતું,
હજી ગીત અડધું સુણાવું હતું.

તને શી ઉતાવળ હતી, બોલ ને,
મને આંગણું પણ સજાવું હતું.

તમે આંખ મીંચી ગયાં તે ઘડી,
હજી આલ્બમોને બતાવું હતું.

હતો રોષ, ને જીદ મારી હતી,
હવે હાથ તારો દબાવું હતું.

છબી પર ચડે ફૂલ આજે, પરાગ,
મને ફૂલ ખોળે બિછાવું હતું.

– પરાગ રતનપરા

#ગઝલ #અફસોસ #વિદાય #અધૂરીવાત #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Regret #Farewell #UnsaidWords #Grief #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઊઠ જુવાનઆગલો લેખ →શુભ ઘડી