← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બોલ ને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચૂપ ના રહે તું, ઓ રે સાજન, બોલ ને કૈંક તો બોલ,
તારા મૌને ઘરનો ઝૂલો ભૂલી ગયો છે ડોલ.

ચા ઠરી ગઈ, છાપું વંચાયું, ઘડિયાળે ટક ટક કીધું,
તેં ન પૂછ્યું: ‘કેમ છે?’ ને મેં ય કશું ના કીધું;
વાસણના ખખડાટે ખોલી આપણા અબોલાની પોલ.
ચૂપ ના રહે તું…

ઝઘડી લે, પણ ચૂપ ન રહે, ઝઘડામાં ય છે નાતો,
મૌન તો કબરનું હોય, ઘરને શોભે ન સન્નાટો;
એક ટહુકો કર તું, મારો ગાજી ઊઠે ઢોલ.
ચૂપ ના રહે તું…

પરાગ કહે: ફૂલ બોલે ના, પણ મ્હેકીને કહી દે છે,
તું ય આંખથી કહી દે, હું સમજી લઈશ, જે છે તે;
બારી ખોલ, ને મનની ગાંઠ ઉકેલ, રે અણમોલ!
ચૂપ ના રહે તું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશુભ ઘડીઆગલો લેખ →રિસામણાં