પ્રતીક્ષા
રાહ જોતાં, જો, વરસથી ઉંબરો ય ઘસાઈ ગ્યો,
રાતભર બળતો હતો, તે દીવડો ય બુઝાઈ ગ્યો;
આવ ઝટ, કે આ પ્રતીક્ષાનો હવે તો અંત લાવ,
કાગડો રોજે પુકારી કંઠથી રૂંધાઈ ગ્યો.
– પરાગ રતનપરા
રાહ જોતાં, જો, વરસથી ઉંબરો ય ઘસાઈ ગ્યો,
રાતભર બળતો હતો, તે દીવડો ય બુઝાઈ ગ્યો;
આવ ઝટ, કે આ પ્રતીક્ષાનો હવે તો અંત લાવ,
કાગડો રોજે પુકારી કંઠથી રૂંધાઈ ગ્યો.
– પરાગ રતનપરા