નાના માણસ
અમે નાના માણસ, ભાઈ, અમે નાના માણસ,
ખિસ્સામાં ખોટા સિક્કા, ને હૈયામાં સાચું સાહસ.
સવારે બસમાં ઠંસાઈએ, ને સાંજે લાઈનમાં ઊભા,
રેશનની દુકાને, બૅંકે, ઑફિસે ખાઈએ ઠેબાં;
તોય રાતે છોકરાં સાથે હસીએ, એ જ અમારો જશ…
અમે નાના માણસ…
ચૂંટણી આવે ત્યારે અમને સૌ કહે ‘ભગવાન’,
પાંચ વરસ પછી કોઈ ન પૂછે અમારું નામ-નિશાન;
અમે ફરી આંગળીએ શાહી લઈ, રાખીએ આશાનો રસ…
અમે નાના માણસ…
પરાગ કહે: આ નાનો માણસ દેશનું સાચું અંગ,
એના પરસેવે ફરે ચક્કર, એનાથી સૌ રંગ;
ઈંટ બનીને પાયે બેઠો, ને મહેલ લૂંટે જશ…
અમે નાના માણસ…
– પરાગ રતનપરા