← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વારસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણું, ઘર, ખેતરો તો વારસામાં સૌ મળે,
પણ પિતાના ટાંકણાથી ક્યાં નવાં શિલ્પો ઢળે?
દીવડો દાદા ગયા દઈ, તેલ ને વાટે સહિત,
જ્યોત તો પોતે જ બાળો, તો જ આંગણ ઝળહળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપટારોઆગલો લેખ →નાના માણસ