← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રાર્થના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હે ખુદા, એવું કરી દે, દીપ થઈ બળતો રહું,
આંસુ લૂછું કોઈનાં ને ઘાવ પર ઢળતો રહું;
ના ધજા, ના ઘંટ, ના ઊંચું શિખર મારે ખપે,
ઝૂંપડીના એક ખૂણે બસ સદા જળતો રહું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅચાનકઆગલો લેખ →તૈયાર