← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેસરિયો રંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી ચૂંદડી ગુલાબી ને તેં કરી દીધી કેસરિયાળી રે,
ફાગણિયે તેં રંગ ઉડાડ્યો, હું તો થઈ ગઈ ન્યાલી રે.

કૂવે પાણી ભરવા ચાલી, બેડું માથે મેલી,
ઓચિંતો તું આવ્યો પાછળ, પિચકારી લઈ ઘેલી;
બેડું છલક્યું, હૈયું છલક્યું, ભીંજી ગઈ હું આખી રે…
ફાગણિયે તેં…

ગાલે તારો ગુલાલ લાગ્યો, શરમે થઈ હું રાતી,
સખીઓ પૂછે: ‘કોણે છાંટી?’, હું તો બોલી ન જાતી;
આંખ ઢળી ને હોઠ મલક્યા, વાત ગઈ સૌ ભાખી રે…
ફાગણિયે તેં…

પરાગ કહે: આ રંગ નથી કંઈ પાણીથી ધોવાનો,
પ્રીતનો રંગ તો ચડે એક જ વાર, ઊતરે ના જીવનો;
વરસો વીતે, ઘડપણ આવે, તોય ચૂંદડી લાલી રે…
ફાગણિયે તેં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતારે નામઆગલો લેખ →હાથમાં