તારે નામ
ગઝલ મારી, હૃદય મારું, બધું સંગીત તારે નામ,
ભલે હારું, ખુશી મારી, લખું છું જીત તારે નામ.
જગત આખું ભલે બોલે, ભલે ટોકે, ભલે રોકે,
લખી મેં પ્રેમની ઘેલી, નવેલી રીત તારે નામ.
ગલીની ભીંત પર કોર્યાં હતાં બે નામ બચપણમાં,
હજી એ ભીંત ઊભી છે, અડીખમ પ્રીત તારે નામ.
કદી મેં શબ્દ શોધ્યા, ને કદી મેં સૂર પણ ખોયા,
છતાં આખું અધૂરું મેં સજાવ્યું ગીત તારે નામ.
પરાગે ફૂલને પૂછ્યું: ‘તને શું જોઈએ, સાચું?’
હસી કે’: ‘મ્હેક સૌ મારી, હવે ઓ મીત, તારે નામ.’
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #પહેલોપ્રેમ #પ્રીત #પરાગરતનપરા
#GujaratiGhazal #Dedication #FirstLove #Devotion #AllForYou #ParagRatanpara