← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘાટ પર દીવા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજે ઘાટ પર દીવા મૂક્યા, સખી, વહેતાં પાણી,
એક દીવો એના નામે મૂક્યો, બાકી રહી કહાણી.

પાંદડાના પડિયામાં જ્યોત, ને જ્યોતમાં મારું મન,
લહેરે લહેરે ઝૂલે, ને પૂછે: ‘ક્યાં છે મારું સાજન?’
દૂર કાંઠે કોઈ ઊભું હોય — એવી વાત મેં માની…
સાંજે ઘાટ પર…

દીવો ઠરે તો કાળજું ઠરે, ને ઝળકે તો આશ,
નદી સાથે વહેતી જાઉં, મેલી મારો વાસ;
ઘાટનાં પગથિયાં ગણતાં ગણતાં ગઈ રે જુવાની…
સાંજે ઘાટ પર…

પરાગ કહે: જે છોડી દે, એને જ મળે છે તીર,
મૂઠી વાળી રાખે એના હાથમાં ના રહે નીર;
વહેતા દીવે વહેતી પ્રીતની જ્યોત રહે અજવાણી…
સાંજે ઘાટ પર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆજ તો વરસે મેહુલોઆગલો લેખ →ઉપમા