← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાપનું હાલરડું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૂઈ જા મારા લાલ, તારો બાપુ જાગે રાત,
ફેક્ટરીના ઘોંઘાટમાં હું ગૂંથું તારી વાત.

મશીનના ઘરઘરાટે ગાઉં તારું હાલરડું,
પરસેવાનાં મોતી વીણી, ગૂંથું સપનું રૂડું;
સવારે ઘેર આવું ત્યારે તું જાગે, હું ઊંઘું — એવો આપણો સાથ…
હાલાં રે હાલાં…

મોટો થઈને ભણજે, બેટા, ના પહેરજે મારો વેશ,
ઊંચે ઊડજે, પણ ના ભૂલજે માટીનો આ દેશ;
તારી આંખે જોઉં હું મારાં સપનાંનું પ્રભાત…
હાલાં રે હાલાં…

પરાગ કહે: આ હાલરડું તો બાપનું છાનું ગીત,
મા ગાય તો સૌ સાંભળે, બાપની ચૂપ છે રીત;
હાથ ફેરવી, માથું ચૂમી, ચાલી નીકળે રાત…
હાલાં રે હાલાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદાદાજીની ડાયરીઆગલો લેખ →કવિતા મળી