આંખથી પીવડાવો
તમે આંખથી પીવડાવો, તો પ્યાલાની શી જરૂર?
એક નજરમાં ચડી ગયો છે જનમભરનો સુરૂર.
ચાંદ ઊગ્યો ઝરૂખે, ને તમે ઊભાં બારણે,
ચાંદ બિચારો શરમાયો તમ મુખડાને કારણે;
આભ આખું ઝૂકી ગયું, એમાં મારો શો કસૂર?
તમે આંખથી…
ઝાંઝર તમારું રણક્યું, ને ગામ આખું જાગ્યું,
મારા હૈયાનું પારેવું તમ આંગણ ભણી ભાગ્યું;
હવે પાછું ના આવે, એને ગમી ગયું છે દૂર.
તમે આંખથી…
પરાગ કહે: આ પ્રેમનો નશો ઊતરે નહીં, ઓ સાજન,
ફૂલની ખુશ્બૂ જેવો વળગે, જનમોજનમનું બંધન;
તમે સામે હો, તો મારે શું જોઈએ બીજું નૂર?
તમે આંખથી…
– પરાગ રતનપરા