← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઠરેલી રોટલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખ ખૂલે, હાથ ફોને, જીવ ત્યાં ખોવાય છે,
સાંજ પડતાં ગણતરી બસ લાઇકોની થાય છે;
મા ગરમ રોટી ધરે છે, કોઈ ના જોતું, ‘પરાગ’,
ને ઠરેલી રોટલી ફોટે બધે વખણાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતું ખુશ રહેઆગલો લેખ →ચશ્માં