← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શણગાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખમાં કરુણા, અધર પર હાસ્ય એ શણગાર છે,
ના ઘરેણાં કે ન મેંદી, ના કશાનો ભાર છે;
રૂપ તો ઢળતી બપોરે સાંજ જેવું ઓગળે,
પણ હૃદયની સાદગી, બસ એ જ સાચો સાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપરબઆગલો લેખ →હાજરી