← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સત્સંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુ બોલ્યા:
‘માયા છોડો,
આ જગત મિથ્યા છે.’

ભક્તોએ તાળી પાડી,
દાનપેટી છલકાઈ,
ફૂલહાર ચડ્યા,
ને બાપુ
ઠંડી ગાડીમાં બેસી
બીજે ગામ
જગતને મિથ્યા કહેવા ચાલ્યા.

મોડી સાંજે
મંડપ સમેટતો એક મજૂર
વધેલી ખીચડી
થેલીમાં બાંધતો હતો —
ઘરે ત્રણ છોકરાં
રાહ જોતાં હતાં.

માયા છોડવાની
એને જરૂર જ ક્યાં હતી?
છોડી શકાય એટલી
માયા
એની પાસે
હતી જ ક્યાં?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખયશોધરાઆગલો લેખ →પૂછે બધા