← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પૂછે બધા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બીમાર છું તો ‘કેમ છો? લીધી દવા?’ પૂછે બધા,
‘બારી ઉઘાડું? આવશે તાજી હવા?’ પૂછે બધા.

ગૂગલ ઉપર વાંચી બધા નિષ્ણાત થઈને બોલતા,
‘મારા સગાના વૈદ્ય છે, લેશો નવા?’ પૂછે બધા.

આવ્યાં સગાં, ફૈબા, ફુવા, ને ભાણિયા ટોળે વળી,
‘મોડું થયું, ખાશું અહીં, શીરો? રવા?’ પૂછે બધા.

જોયા કરે ઘડિયાળ, ને ઊઠે કહી ‘લો, આવજો’,
‘સાજા થવામાં કેટલું? મહિનો સવા?’ પૂછે બધા.

દોડ્યો સતત આ જિંદગી, ને આજ જ્યાં થંભ્યો ‘પરાગ’,
‘ક્યાં આટલી જલદી હતી તમને જવા?’ પૂછે બધા.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્યગઝલ #ખબરઅંતર #બીમારી #સગાંવહાલાં #પરાગરતનપરા
#GujaratiGhazal #HumorPoetry #SickVisit #Relatives #LifeAndDeath #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખસત્સંગઆગલો લેખ →થોડું આપણું