સાદ દે
દૂર પરદેશમાં ઓસરી સાદ દે,
ગામની પાદરે ટેકરી સાદ દે.
પગ તળે ડામરો, કાચના મારગો,
ગામની ધૂળ ને કાંકરી સાદ દે.
બાટલીનું ઠરેલું ભલે નીર હો,
ઠંડકે ભીંજતી ગાગરી સાદ દે.
હોટલે બર્ગરો, ચટપટા સ્વાદમાં,
મા તણા હાથની ભાખરી સાદ દે.
આ ‘પરાગે’ લખી ગામની વારતા,
રાતભર ઢોલ ને ઝાંઝરી સાદ દે.
– પરાગ રતનપરા
#ગઝલ #વતન #પરદેશ #ગામ #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Homesickness #Diaspora #VillageLife #Nostalgia #ParagRatanpara