તને
સવારે, બપોરે વિચારું તને,
નિશા આવતાં હું પુકારું તને.
કલમથી કદી, ને કદી રંગથી,
સતત પ્રેમથી હું નિખારું તને.
છબી જેમ આંખે ભરું રાતભર,
નયનમાં પછી તો ઉતારું તને.
તને જો કદી દુઃખ ઘેરે, સખી,
બની નાવ, હું તો ઉગારું તને.
‘પરાગે’ ભલે ફૂલ છોડ્યું, છતાં
પવનમાં ભળીને વિસારું તને?
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #પ્રિયતમા #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Devotion #Beloved #EndlessLove #Romance #ParagRatanpara