ગઝલમાં
નથી માત્ર શબ્દો, વ્યથા છે ગઝલમાં,
હૃદયની પુરાણી કથા છે ગઝલમાં.
ઘણા ઘાવ દીધા જગે, ના રુઝાયા,
મળી એક એવી દવા છે ગઝલમાં.
ઘરે બંધ બારી, નથી ક્યાંય ઝરણું,
નવી એક તાજી હવા છે ગઝલમાં.
ન મંદિર, ન મસ્જિદ, ન તસ્બી, ન માળા,
છતાં એક સાચી દુઆ છે ગઝલમાં.
‘પરાગે’ જગતમાં નથી જે મળી, એ
અધૂરી છતાં એ વફા છે ગઝલમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ગઝલવિશે #કવિતા #વ્યથા #દુઆ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetryAboutPoetry #Healing #Prayer #Faithfulness #ParagRatanpara