← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રંગમંચ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ જગત તો મંચ છે, ને સૌ અહીં કિરદાર છે,
કોઈ રાજા, કોઈ જોકર, કોઈ ચોકીદાર છે;
પાત્ર જે આવ્યું, નિભાવી લે હૃદયથી, દોસ્ત, તું,
અંતમાં પડદો પડે, ત્યાં જાણ: સૌ શણગાર છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખદશેરાઆગલો લેખ →ફોન પર