← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફોન પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝૂલતો ઝૂલો નથી, બાળક ફસાયા ફોન પર,
વારતા દાદી કહે, સૌ તો ભુલાયા ફોન પર.

રૂબરૂ ઝઘડો થતો, તો સાંજના ભેટી જતા,
આજ નાની વાતમાં સૌ, લો, રિસાયા ફોન પર.

લૉટરીનો મેલ આવ્યો, ને અમે હરખાઈ ગ્યા,
એક લિંકે સૌ ઉસેડ્યું, લો, લુટાયા ફોન પર.

એક ટેબલ પર જમે છે સૌ, છતાં જો તો ખરા,
એકબીજાથી અલગ, લો, સૌ છુપાયા ફોન પર.

ફૂલ સામે મ્હેકતું'તું, તોય ભોળો આ પરાગ
મ્હેક ભૂલી, પાડતો ફોટો, ઠગાયા ફોન પર.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #મોબાઇલ #ડિજિટલજીવન #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #PhoneAddiction #DigitalLife #OnlineScams #ModernSatire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખરંગમંચઆગલો લેખ →વહેતી રહીશ