રજાની બપોર
ફાઈલો ને ફોનમાં આખો દિવસ પણ જાય છે,
ભીડમાં ખોવાઈ મારો સાદ પણ વેરાય છે;
ને રજાની એ બપોરે ઘર બધું મૂંગું થયું,
સાંભળી મારો જ પડઘો જીવ આ ગભરાય છે.
– પરાગ રતનપરા
ફાઈલો ને ફોનમાં આખો દિવસ પણ જાય છે,
ભીડમાં ખોવાઈ મારો સાદ પણ વેરાય છે;
ને રજાની એ બપોરે ઘર બધું મૂંગું થયું,
સાંભળી મારો જ પડઘો જીવ આ ગભરાય છે.
– પરાગ રતનપરા