રાખી જઈશ
એક તુલસી-છોડ મારા આંગણે રાખી જઈશ,
નામ મારું ધૂંધળું આ બારણે રાખી જઈશ.
જો કદી તું યાદ કરશે, આંખ ભીની થાય, તો
એક શમણું હું ય તારી પાંપણે રાખી જઈશ.
ગામના ચોરે શિયાળે જ્યાં મળે સૌ ડોશલા,
વાત થોડી, હૂંફ થોડી તાપણે રાખી જઈશ.
હું ન હોઉં, ને પછી જો ઘેર આવે બાળ કો',
ગીત હાલાંનું જરા એ પારણે રાખી જઈશ.
આ પરાગે જિંદગીભર મ્હેક વેરી, ને હવે
શેષ ખુશ્બૂ રાતના આ ચાંદણે રાખી જઈશ.
– પરાગ રતનપરા
#ગઝલ #વિદાય #સ્મૃતિ #વારસો #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Farewell #Legacy #Memories #Village #ParagRatanpara