← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પંખીઓની સભા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ વિહંગોની સભામાં કાગડો ઈશ્વર થયો,
કાગવાણી રાષ્ટ્રભાષા, એ હુકમ સત્વર થયો;
કોકિલાને મૌન રાખી, મોરને પીંછાં વિના,
લોકશાહીમાં, પરાગે, શોર મોટો સ્વર થયો.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઆપણેઆગલો લેખ →ભીંત વગરનું ઘર