← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગિયું અને શમા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પતંગાને ખબર તો છે, બળી જાશે શમા પાસે,
છતાં ઊડે, ભલે મરવું પડે, એ પ્રેમની આશે;
અમે ડાહ્યા, ગણી જોખમ, ન દાઝ્યા, ના કદી ઊડ્યા,
હવે અંધારમાં બેઠા, ઝુરે છે મન હજી પ્યાસે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઝાડ છેઆગલો લેખ →દેવ