← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પણ મળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તરસ હો ખરી તો ઝરણ પણ મળે,
ચરણ હો અડગ તો શરણ પણ મળે.

નયનમાં ભરી રાખ સપનાં ઘણાં,
અમાસેય ઝીણું કિરણ પણ મળે.

તને ભૂલવા યત્ન લાખો થયા,
છતાં રોજ તારું સ્મરણ પણ મળે.

વસંતો ઘણી જોઈ લીધી, હવે
દુઆ એ જ, સુંદર મરણ પણ મળે.

પરાગે લખી મ્હેક પર લાખ વાત,
હવે મ્હેકનું આચરણ પણ મળે.

– પરાગ રતનપરા

#ગઝલ #તરસ #શ્રદ્ધા #આશા #આચરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueLonging #Faith #Hope #WalkTheTalk #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએક છત્રી ને આપણે બેઆગલો લેખ →હોત તો