હોત તો
હું ય મારા ઘર તણો થોડો ય રાજા હોત તો,
જો ન પત્નીના હુકમ દિનરાત ઝાઝા હોત તો!
લેણદારો રોજ ઊભા આંગણે, શું હું કરું?
કાશ, ઓછા રોજના એના તકાજા હોત તો!
લગ્ન છે ત્રણ રાતથી પાડોશમાં, ને રાતભર
ઊંઘ આવત, જો ન આવાં બેન્ડ-બાજાં હોત તો.
રોજ નેતાજી કરે છે મંચ પરથી વાયદા,
જૂઠની પણ કાશ, ક્યાંયે કોઈ માઝા હોત તો!
દાદને બદલે ટમેટાં મંચ પર ઝીલ્યાં ‘પરાગ’,
ઠીક, પણ થોડાં ટમેટાં સાવ તાજાં હોત તો!
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યવ્યંગ #સંસાર #નેતાજી #કવિસંમેલન #પરાગરતનપરા
#GujaratiGhazal #HumourPoetry #MarriedLife #PoliticalSatire #PoetsLife #ParagRatanpara