← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલો શબ્દ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મહિનાઓ સુધી
ઘરમાં
અવાજો તો ઘણા હતા —
ટીવી, ફોન, કૂકરની સીટી, દલીલો.

પણ એક સવારે
પારણામાંથી
પહેલો શબ્દ આવ્યો:
‘મા.’

ને જાણે
આખું ઘર
પહેલી વાર
બોલતાં શીખ્યું.

ભાષાઓ તો
હજારો વર્ષ જૂની છે,
પણ દરેક ઘરમાં
એ ફરીથી જન્મે છે —
એક નાના હોઠ પરથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશૂન્યમાંઆગલો લેખ →ગોરજ ટાણે