← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શૂન્યમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બુંદ થઈને એક દી, આ સૌ સમાતું શૂન્યમાં,
ને ફરી ત્યાંથી જ આખું જગ રચાતું શૂન્યમાં.

વિશ્વ જીતી પણ સિકંદર તો ગયો ખાલી જ હાથ,
નામ પણ એનું ઘડીમાં, લો, ભુલાતું શૂન્યમાં.

હું નદી થઈ દોડતો'તો, શોધવા દરિયો કશે,
ત્યાં જ જોયું, એ ય આખું જળ તણાતું શૂન્યમાં.

તાનપૂરો મૌન, ને વાજાં બધાં ખામોશ, પણ
તોય ભીતર ગીત એવું ત્યાં ગવાતું શૂન્યમાં.

ફૂલ તો કરમાઈ ખરશે ધૂળમાં, તો યે પરાગ,
મ્હેકનું ઝીણું સ્મરણ કો ત્યાં ઝિલાતું શૂન્યમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #શૂન્ય #અનંત #અધ્યાત્મ #નશ્વરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Nothingness #Infinity #Impermanence #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશબદ વાગ્યોઆગલો લેખ →પહેલો શબ્દ