ઊંઘે મારો સાયબો
રાતપાળીથી આવ્યો, થાક્યો, પોઢ્યો મારો સાયબો,
ચકલીઓ, જરી ધીમું બોલો, ઊંઘે મારો સાયબો.
ફેરિયાની બૂમ ધીમી કરાવું, દૂધવાળાને રોકું,
કૂકરની સીટીને મેં તો હાથ દઈને ટોકું;
સૂરજદાદા, બારી પાછળ ઘડીક થોભો, ભાઈબો —
ચકલીઓ, જરી ધીમું બોલો, ઊંઘે મારો સાયબો.
કપાળ પર પરસેવો સુકાયો, પાંપણ પર છે ધૂળ,
હાથે ઓલા કારખાનાના ઝીણા ઝીણા શૂળ;
ઝીણે સાદે ગાઉં હાલરડું, જાણે હોય એ નાનો —
ચકલીઓ, જરી ધીમું બોલો, ઊંઘે મારો સાયબો.
પરાગ કહે: એ જાગશે ત્યારે ચા મૂકીશ ગરમ,
બેઉ મળીને પીશું ઘડીભર સપનાંનો મરમ;
પછી ફરી એ ચાલ્યો જાશે, રાતનો રખવાળો —
ચકલીઓ, જરી ધીમું બોલો, ઊંઘે મારો સાયબો.
– પરાગ રતનપરા