નર્સના રૂપે
રાતભર જાગી, ન થાકી, હાથ ઝાલી સાંત્વના,
દર્દ મારું ઝીલવાની કેટલી એ સાધના!
શોધતો ઈશ્વર ગયો હું દેવળે ને તીરથે,
નર્સના રૂપે હતો એ, હાથમાં સંવેદના.
– પરાગ રતનપરા
રાતભર જાગી, ન થાકી, હાથ ઝાલી સાંત્વના,
દર્દ મારું ઝીલવાની કેટલી એ સાધના!
શોધતો ઈશ્વર ગયો હું દેવળે ને તીરથે,
નર્સના રૂપે હતો એ, હાથમાં સંવેદના.
– પરાગ રતનપરા