← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નડે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન કર્મો, ન ઉદ્યમ, બિલાડી નડે છે,
ગ્રહો તો બિચારા, અનાડી નડે છે.

મુહૂરત ભલે જોઈ પેઢી કરી'તી,
પડોશી જ મોટો ખિલાડી નડે છે.

પરીક્ષા હતી ને ન વાંચ્યું કશુંયે,
કહે: ‘પેન મારી બગાડી, નડે છે.’

હતી કુંડળી મેળવી ખૂબ સારી,
છતાં સાસુમાની પછાડી નડે છે.

પરાગે તપાસ્યું: કળી કેમ ખરતી?
ન તારા, ન ગ્રહ, એ કુહાડી નડે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #અંધશ્રદ્ધા #ગ્રહો #બહાનાં #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Superstition #Astrology #Excuses #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખરહેવા દેઆગલો લેખ →રોજનું