← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રોજનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ જ ઘરથી ઑફિસે ને એ જ ગાડું રોજનું,
એ જ ચા ને એ જ છાપું, એ જ ઝાડું રોજનું.

મિત્ર પૂછે: ‘શું નવું?’ તો શું કહું હું એમને,
એ જ ડબ્બામાં ભરેલું શાક ટાઢું રોજનું.

સ્વપ્નમાં પણ ફાઈલો ને બૉસનો ઠપકો મળે,
ઊંઘમાં પણ મન રહે છે ત્યાં ઉઘાડું રોજનું.

એક રવિવારે ય ઘરનાં કામ ખૂટે ક્યાં, ભલા?
ને સગાંઓનું પછી તો એક ધાડું રોજનું.

રોજ ખીલે ફૂલ નોખું, રોજ નોખો છે પરાગ,
જીવવાનું પણ ભરું છું એમ ભાડું રોજનું.

– પરાગ રતનપરા

#ગઝલ #એકધારાપણું #નોકરી #શહેરીજીવન #રોજિંદું #પરાગરતનપરા
#GujaratiGhazal #Monotony #DailyGrind #OfficeLife #UrbanRoutine #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનડે છેઆગલો લેખ →ચશ્માં