← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નામ વિનાનો નાતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નામ વિનાનો નાતો આપણો, નામ વિનાની પ્રીત,
કોઈ પૂછે તો શું કહેવું? ગણગણવું આ ગીત.

ભાઈ નહીં, ભેરુ નહીં, ના સગપણનો ભાર,
તોય તને જોઉં ત્યાં ઊઘડે આખો સંસાર;
તું સામે મળે ત્યાં બદલાય દિવસની રીત…
નામ વિનાનો…

લોક પૂછે: ‘શું થાય તમારે?’ હસીને કહું: ‘કાંઈ નહીં’,
પણ તને તાવ ચડે, ત્યાં મારી રાત ઊડે ક્યાંઈ;
નામ ન હો, તોય નિભાવીએ, એ જ ખરી છે જીત…
નામ વિનાનો…

પરાગ કહે: ફૂલ ને ફોરમનો શો નાતો, કહો?
નામ વગર પણ સાથે ઊડે, હવા જ્યાં જ્યાં વહો;
નામ આપો તો પીંજરું થાશે, બંધાશે એ મીત…
નામ વિનાનો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપીડા સાહેલીઆગલો લેખ →ખાદી ભંડાર