← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોસમ ક્યાં વીતી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોણે કીધું કે મોસમ વીતી ગઈ રે?
મારી ઓઢણીમાં કેસૂડાની છીંટ રહી ગઈ રે!

પાદર પરથી ફાગણ ચાલ્યો, ઢોલ થયાં સૌ મૂંગાં,
ખાખરાની ડાળી પર બેઠાં ખાલી પાંદડાં લૂખાં;
પણ મારી હથેળીમાં એક લાલ લકીર રહી ગઈ રે…
કોણે કીધું…

સૈયર કહે: ‘હવે તો ઉનાળો, લૂ વાશે, વેળા બળશે,’
હું કહું: ‘જેણે રંગ છાંટ્યો, એ ચોમાસે ય મળશે!’
મારા મનના આંગણમાં તો ફાગની રીત રહી ગઈ રે…
કોણે કીધું…

પરાગ કહે: મોસમ તો આવે, જાય, ફરીને આવે,
કોઈ એક જણનો રંગ જ આખું જીવતર રંગી જાવે;
કૅલેન્ડરનાં પાનાં ખર્યાં, પણ મનમાં પ્રીત રહી ગઈ રે…
કોણે કીધું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહાથમાંઆગલો લેખ →અજવાસ