← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હાથમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાળપણમાં તો હતી બસ એક દોરી હાથમાં,
ને યુવાનીમાં રહી ગઈ નોંધ કોરી હાથમાં.

એક દી તારી ગલીમાં જોઈ તુજને આંગણે,
ને પકડવા ગઈ નજર, પકડાઈ ચોરી હાથમાં.

ફાઈલોનો ભાર વેંઢારી દિવસભર ઓફિસે,
ને ઘરે જાતાં ઘઉંની એક બોરી હાથમાં.

ઘોડિયું ઝૂલાવતો હું રાતભર જાગ્યા કરું,
આંખમાં સપનાં હતાં ને એક લોરી હાથમાં.

આખરે ખોલી પરાગે બંધ મુઠ્ઠી જીવની,
લોક લઈ ગ્યા સૌ, રહી ખાલી તિજોરી હાથમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનયાત્રા #બાળપણ #યુવાની #ગૃહસ્થી #પરાગરતનપરા
#GujaratiGhazal #StagesOfLife #Childhood #Responsibility #EmptyHands #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઊતરીઆગલો લેખ →મોસમ ક્યાં વીતી?