← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોડો મેહુલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોડો મોડો આવ્યો મેહુલો, ખેતર રહ્યાં તરસ્યાં,
મોડો મોડો સાયબો આવ્યો, તોય નેણ મારાં વરસ્યાં.

આષાઢ ગયો ઓરડે ઝૂરતાં, શ્રાવણ ગયો વાટે,
ભાદરવે તું ભાળ્યો, સાયબા, ઊભો મારે ઘાટે;
કેટલા દિવસ ગણ્યા મેં, આંગળીના વેઢા ઘસ્યા…
મોડો મોડો…

બાજરો સૂકો, જુવાર સૂકી, તોય હૈયું લીલું,
તારા પગલે ફળિયું આખું થઈ ગયું રે ભીનું;
ઘરના મોભે ચકલાં-ચકલી હરખે ઊડ્યાં, હસ્યાં…
મોડો મોડો…

પરાગ કહે: મોડું તો મોડું, આવે એ જ સાચું,
પ્રીત અને વરસાદને કદી ઘડિયાળે ના માપું;
ભલે મોસમ વીતી, પણ બે હૈયાં આજે વસ્યાં…
મોડો મોડો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘર હવેઆગલો લેખ →અલખનો ઓટલો