← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેળે ગઈ’તી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેળે ગઈ’તી મનનો રૂપિયો લઈ, આવી ખાલી હાથ,
ચકડોળે ચડ્યું હૈયું ને ઊતર્યું કોઈની સાથ.

બંગડીવાળો બોલાવે ને બોલાવે ફુગ્ગાવાળો,
મેં તો જોયો એક જ ચહેરો, છેલછબીલો કાળો;
લીધું કંઈ નહીં, દીધું બધું, એ કેવી રે વાત…
મેળે ગઈ’તી…

માડી પૂછે: ‘શું લાવી, બેટા?’ હું તો ભોંઠી પડું,
ખાલી મૂઠી ખોલું તો એમાં ધબકારા જડું;
મેળો ગયો પણ મનમાં રહી ગઈ રંગભરી સોગાત…
મેળે ગઈ’તી…

પરાગ કહે: આ મેળો તો છે જીવતરનો મેળાપ,
ખાલી હાથે જઈએ ને ભરી લાવીએ આપોઆપ;
પ્રીતની લેવડ-દેવડમાં ના કોઈ હિસાબ ન ખાત…
મેળે ગઈ’તી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબે ગ્લાસઆગલો લેખ →ઝરૂખો