ઝરૂખો
વૃદ્ધાશ્રમના
બીજા માળે
એક ઝરૂખો છે.
રવિવારે
એ ત્યાં બેસે છે —
સાડીની કોર સરખી કરીને,
ચશ્માં લૂછીને.
નીચે
દરવાજે
ગાડીઓ આવે છે, જાય છે.
દર ગાડીમાં
એ
દીકરાનો ચહેરો
ગોઠવી દે છે.
ગાડી આગળ વધી જાય
ત્યારે
એ ચહેરો
ધીમેથી પાછો ઉતારીને
ખોળામાં મૂકી દે છે —
આવતા રવિવાર માટે.
– પરાગ રતનપરા