← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મીઠું લાગે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને મીઠું લાગે, હરિ, તારું આ જગ મીઠું લાગે,
ઝાકળ, તડકો, પંખી, પાંદડું, સઘળું મીઠું લાગે.

સવારે બારીએથી આવે સોનેરી કિરણની ધાર,
ચકલી ચીંચીં કરતી આવે, લઈને ઘરનો સાર;
માના હાથનો રોટલો ને છાશનો કટોરો મીઠો લાગે…
મને મીઠું લાગે…

દુઃખ આવે તો એ ય લાગે તારી કોઈ ટપાલ,
આંસુ ઝરતાં આંખ ધોવાય, ને દેખાય નવી કાલ;
કાંટો વાગે, ત્યાં ય તારી સોય જેવું હેત જાગે…
મને મીઠું લાગે…

પરાગ કહે: જે મીઠું દેખે, એનું જીવન મીઠું,
કડવું તો મનનું ચશ્માં છે, મેં તો સાચું દીઠું;
જાવું પડશે ત્યારે ય, હરિ, તારો સાદ મીઠો લાગે…
મને મીઠું લાગે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપેનઆગલો લેખ →હોઠ પર