← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પેન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પેન ખોલું છું,
કાગળ સામે છે,
ને શાહીમાંથી
એક હરણ ડોકાય છે.

એ તરસ્યું છે.
કાગળના રણમાં
દોડે છે,
દોડે છે —
જ્યાં શબ્દોનું જળ
ચળકતું દેખાય છે.

હું લખું છું:
‘પ્રેમ’,
‘મા’,
‘વરસાદ’.

હરણ અટકે છે,
જીભ ફેરવે છે,
ને પાછું ફરે છે —
રેતી જ નીકળી.

આજે રાતે
હું કશું નહીં લખું.
હરણને
ઊંઘવા દઈશ.
કદાચ સપનામાં
એને સાચું ઝરણું જડે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાની સાડીઆગલો લેખ →મીઠું લાગે